સોનગઢમાં મુસ્લિમોએ હિન્દુ વૃદ્ધાના અંતિમ સંસ્કાર કરાવ્યા

Tuesday 29th March 2022 15:27 EDT
 

સોનગઢઃ સોનગઢના ઇસ્લામપુરા વિસ્તારમાં રહેતી એકમાત્ર હિન્દુનું અવસાન થતાં ઈસ્લામપુરા અને ચાંદપુરા વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોએ વૃદ્ધાના હિન્દુ રીત-રિવાજ મુજબ અગ્નિસંસ્કાર કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સોનગઢના ઈસ્લામપુરા વિસ્તારમાં શંકુલતાબેન પાટીલનો એકમાત્ર હિન્દુ પરિવાર વર્ષોથી વસવાટ કરતો હતો. શંકુતલાબેનની પુત્રીના લગ્ન થયા પછી છેલ્લાં પાંચ વર્ષથી વૃદ્ધા એકલાં રહેતા હતા. દરમિયાન શકુંતલાબેન છેલ્લા બીમાર પડતાં તેઓને વ્યારા ખાતે સારવાર માટે ખસેડાયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત થતાં ઇસ્લામપુરા અને ચાંદપુરા વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોએ હોસ્પિટલ જઈ સારવારનું બિલ ચૂકવી વૃદ્ધાના મૃતદેહને સોનગઢ ખાતે તેમના નિવાસસ્થાને લઈ આવ્યા હતા. ઇસ્લામપુરા અને ચાંદપુરા વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોએ જ વૃદ્ધાની અંતિમ વિધિ કરાવી હતી. 


comments powered by Disqus