200 કિમીની રેન્જમાં વીજળી પડશે તો ઈસરો લોકેશન પકડી લેશે

Tuesday 28th June 2022 15:53 EDT
 
 

રાજકોટઃ ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવતા રહે છે. તાજેતરમાં રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 5 લોકોનાં મોત થયાં હતાં. વીજળી પડવાને કારણે જાનમાલને પણ નુકસાન થાય છે. ત્યારે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10 જગ્યા પર મૂકવામાં આવ્યા છે. દેશમાં 10 જગ્યામાંથી બે સ્થળ એવાં રાજકોટ અને કચ્છના માંડવીનો સમાવેશ થાય છે.
આ સેન્સર મશીનની આસપાસ 200 કિલોમીટરની રેન્જમાં વીજળી પડે તો એનું ચોક્કસ લોકેશન ડેટા સ્ટોર થશે અને એના આધારે ઈસરો દ્વારા આગળ કામ કરવામાં આવશે. આમ, રાજકોટમાં મૂકેલું સેન્સર અમદાવાદ જિલ્લાના બાવળાથી લઈ અમરેલી સહિત 11 જિલ્લામાં પડતી વીજળીનું પર્ફેક્ટ લોકેશન જાણી શકાશે.


comments powered by Disqus