અમદાવાદ અને વિયેતનામ વચ્ચે ફ્લાઈટ શરૂ થશે

Tuesday 28th June 2022 15:43 EDT
 
 

અમદાવાદઃ વિયેતનામની એરલાઈન વિએટજેટ તેના દરિયાકાંઠાના શહેર દાનંગથી અમદાવાદ, નવી દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ અને બેંગલુરુને જોડતી ફ્લાઈટ શરૂ કરશે. નવી ફ્લાઈટ ઓક્ટોબરથી શરૂ થશે અને દર સપ્તાહમાં 4થી ૭ રિટર્ન ફ્લાઈટ હશે. હાલ વિએટજેટ ભારતના ચાર રૂટ પર ફ્લાઈટ ઓપરેટ કરે છે. નવી ફ્લાઈટની જાહેરાત દાનંગ ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં કરાઈ હતી. વિયેતનામનું દાનંગ શહેર પર્યટકો માટે આંતરરાષ્ટ્રીય સ્થળ છે. વિએટજેટે મુંબઈ, દિલ્હીને વિયેતનામના અન્ય એક શહેર સાથે જોડતી ફ્લાઈટ સપ્ટેમ્બરથી શરૂ કરશે. 


comments powered by Disqus