અમદાવાદ: અમદાવાદમાં પોતાના ઘરેથી કોલ સેન્ટર ચલાવીને પ્રી એપ્રૂવ્ડ લોન મળી શકે છે તેવા મેસેજ કરીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા એક યુવકની સાઇબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.
સાઇબર ક્રાઈમને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે ન્યૂ મણિનગરમાં કર્ણાવતી એન્કલેવની પાસે આવેલા કર્ણાવતી રિવેરામાં ડી-101માં રેડ કરી કાર્તિકેય ગૌતમ પિલ્લાઈ (32)ને ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતા આરોપી તેના ઘરમાંથી કોલ સેન્ટર ચલાવતો હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે તેના ઘરમાંથી રોકડા રૂ.19 લાખ, બે લેપટોપ તથા બે મોબાઇલ ફોન કબજે કર્યા હતા.

