કડી: કડીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના 67માં જન્મદિવસ નિમિત્તે શ્રીસત્યાવીસ સમાજ યુવક મડળ દ્વારા શહેરમાં 6 સ્થાન ઉપર રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં માત્ર પાંચ કલાકમાં 2,200થી વધારે બોટલ રક્ત એકત્ર થયું હતું. સમારંભના ઉદ્ઘાટક તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બનાસકાંઠા ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કડી એપીએમસી દ્વારા શહેરની 24 આંગણવાડી, કુપોષિત બાળકોને પોષ્ટિક આહાર કિટનું વિતરણ કરાયું હતું. પાલિકા દ્વારા 6700 રોપા વાવી નમો ઋષિભવનની શુભારંભ
કરાયો હતો.

