કોરોના વોરિયર્સના વારસોને રૂ. ૨૫ લાખ વળતર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ

Tuesday 28th June 2022 16:02 EDT
 
 

અમદાવાદ: કોરોનાકાળ દરમિયાન કોરોનાના કારણે ગુજરી જનારા કોરોના વોરિયર્સ એવા સસ્તા અનાજની દુકાનધારકના વારસદારોને બે મહિનામાં રૂ. 25 લાખનું વળતર ચૂકવી આપવા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ખેડા જિલ્લાના એક સસ્તા અનાજની દુકાનધારકને સરકારના સત્તાવાળાઓ દ્વારા આ વળતર નહીં ચૂકવાતાં તેના વારસદારો દ્વારા કરાયેલી રીટ અરજી ગુજરાત હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને તેમના આ રાહત આપી હતી.
કોરોના મહામારી દરમિયાન એપ્રિલ 2020માં રાજ્ય સરકાર દ્વારા પોલીસ, હેલ્થવર્કર્સ, સફાઈ કર્મચારીઓ, રસ્તા અનાજની દુકાનધારકોને કોરોના વોરિયર્સ ગણવાની જાહેરાત કરવામાં આવી હતી અને કોરોના દરમિયાન જે કોરોના વોરિયર્સ ગુજરી જાય તેઓને રૂ. 25 લાખ વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. જોકે, ખેડા જિલ્લાના ચાનોર ગામે એક કોરોનો વોરિયર્સ એવા સસ્તા અનાજની દુકાનધારક કોરોનાકાળ દરમિયાન સરકારની તત્કાલિન ગાઈડલાઈન્સ પ્રમાણે દુકાન ખુલ્લી રાખી હતી તે દરમિયાન કોરોનાનો શિકાર બન્યો હતો અને ઓગષ્ટ 2020માં કોરોનામાં ગુજરી ગયો હતો પરંતુ તેમના વારસદારોને સરકારની જાહેરાત મુજબ રૂ. 25 લાખનું વળતર સરકાર તરફથી ચૂકવાયું ન હતું. જેને લઈ તેમના પરિવારજનો તરફથ મૃતકની પત્નીએ હાઈકોર્ટમાં રિટ કરી હતી.


comments powered by Disqus