ગુજરાતના 207 ડેમોમાં માત્ર 37 ટકા પાણી, 3 ડેમો જ છલોછલ

Tuesday 28th June 2022 15:42 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે તેમ છતાંય હજુય કેટલાંય તાલુકા કોરાધાકોળ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધી છે કેમકે, જો વરસાદ ખેંચાશે તો પાણીની સંમસ્યા ઘેરી બની શકે તેમ છે. અત્યારે ગુજરાતમાં કુલ 207 ડેમોમાં માત્ર 37 ટકા જ પાણી બચ્યું છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો ડેમો ખાલીખમ છે. આખાય રાજ્યમાં માત્રને માત્ર ત્રણ જ ડેમમાં 70 ટકા પાણી છે.
ચોમાસુ હજુ જામ્યું નથી. ખેડૂતો આભ સામે નજર માંડીને બેઠા છે કેમકે, સિંચાઈના પાણીના અભાવે પાક સુકાઈ રહ્યો છે. ડેમોમાં પીવાનું પાણી જ સંગ્રહાયેલું છે જેથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાયું છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર ગુજરાતની સ્થિતી ગંભીર બની છે. આ વિસ્તારમાં આવેલા 17 ડેમોમાં 222.20 એમસીએમ પાણી રહ્યું છે. એટલે માત્ર 11.52 ટકા જ પાણી છે. આ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતો સિંચાઈના પાણીની માગ કરી રહ્યા છે.
કચ્થમાંય સ્થિતિ સારી નથી. છેવાડાના જિલ્લા કચ્છમાં ડેમોમાં ય હવે માત્ર 18.95 ટકા પાણી બચ્યું છે. કચ્છના એકમાત્ર ટપ્પર ડેમ ભરાયેલો છે. જેમાં 72.93 ટકા પાણી ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રમાં ય કુલ 141 ડેમોમાં 22.90 ટકા પાણી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ કંઈક અંશે સારી છે. કેમકે અહીં 13 ડેમોમાં 42 ટકા એટલેકે 3622.40 એમસીએમ પાણી છે. હાલ 95 ટકા ડેમોની સ્થિતિ એવી છે કે જેમાં 10 ટકાથી ય ઓછું પાણી છે. જ્યારે 28 ડેમો તો જાણે ક્રિકેટ સ્ટેડિયમમાં ફેરવાયા છે. ડેમના પાણીનું ટીપુય રહ્યું નથી. આ ઉપરાંત સૌરાષ્ટ્રનો આજી -2 ડેમમાં પણ 73 ટકા જ પાણી રહ્યું છે. રાજ્યના 3 એવા ડેમ છે જેમાં 70 ટકાથી લઈ 92 ટકા સુધીનો પાણીનો જથ્થો
મોજુદ છે.


comments powered by Disqus