પોરબંદરના વહાણની ઓમાનના દરિયે જળસમાધી

Tuesday 28th June 2022 16:00 EDT
 
 

પોરબંદરઃ પોરબંદરના પૂર્વ પાલિકા પ્રમુખનું વહાણે મધ દરિયે જળસમાધી લીધી છે. દુબઈથી જુના વાહનો ભરી યમન જતું હતું. ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર વહાણ ડૂબ્યું હતું. પોરબંદરના કેપ્ટન સહિત 2ના મોત થયા છે.
પોરબંદરના પૂર્વ પાલિકા પ્રમુખ અને ખારવા સમાજના આગેવાન હીરાલાલ શિયાળ ઉર્ફે ઈકુભાઈ શિયાળની માલિકીનું રાજસાગર નામનું વહાણ દુબઇથી જુના વાહનો ભરી યમન જતું હતું. વહાણમાં કેપ્ટન સહિત કુલ 10 ક્રુ મેમ્બર હતા. પોરબંદરમા રહેતા કેપ્ટન સહિત 2 ના મૃત્યુ થયા છે આ રાજ સાગર નામનું વહાણ અંદાજે 15 દિવસ પહેલા નીકળ્યું હતું. આ વહાણ સમુદ્રમાં ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર પહોચ્યું ત્યારે દરિયાઈ તોફાનના કારણે વહાણ ડુબ્યુ હતું.


comments powered by Disqus