પોલીસના ત્રાસથી પિતા-પુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ

Tuesday 28th June 2022 15:59 EDT
 
 

રાજકોટઃ શહેરના જિલ્લા પંચાયત ચોક નજીક જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતા-પુત્રએ શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સાથે દવા પીવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પિતા-પુત્ર દિવાસળી ચાપે તે પહેલા પોલીસે બન્નેની અટકાયત કરી લીધી હતી. બાદમાં બંનેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. પિતા-પુત્રએ લોધિકા પોલીસ માર મારતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટની SP કચેરી ખાતે મેટોડાનાં પિતા-પુત્ર પહોંચ્યા હતા. તેમજ લોધિકાનાં બૂટલેગરો તેમજ ત્યાંની પોલીસે પુત્રને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. એટલું જ નહીં બોટલમાંથી પેટ્રોલ છાંટી તેમજ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા પિતા-પુત્રને પકડી અટકાયત કરી લીધી હતી. જોકે પિતા-પુત્રના આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરવાનાં આદેશો જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે.


comments powered by Disqus