બીએસએફએ ફાયરિંગ કરીને બે પાકિસ્તાનીઓને દબોચ્યા

Tuesday 28th June 2022 15:49 EDT
 
 

નારાયણ સરોવરઃ  બોર્ડર સિક્યુરિટી ફોર્સની ભુજ ટીમ દ્વારા હરામીનાળા વિસ્તારમાં કાર્યવાહી કરીને બપોરે 3 અને સાંજે 6 મળી કુલ 9 પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી લેવામાં આવી હતી પણ કાર્યવાહી દરમ્યાન એકપણ ઘૂસણખોર હાથ લાગ્યો ન હતો જેથી બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવતા આ વિસ્તારમાંથી બે ઘૂસણખોર ઝડપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સીમામાં ઘુસી આવેલા 25 જેટલા પાકિસ્તાની શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. બોટ મળ્યા બાદ જવાનો દ્વારા કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. 


comments powered by Disqus