માતરમાં 500 બોગસ ખેડૂત ખાતેદારોને નોટિસો ફટકારાઈ

Tuesday 28th June 2022 15:44 EDT
 

અમદાવાદઃ ખેડા જિલ્લાના માતરની આસપાસના ગામડાઓમાં ખોટા દસ્તાવેજોના આધારે 500થી વધુ માલેતુજાર ખેડૂત ખાતેદાર બન્યા છે. આ વાતની ગંધ આવતા રાજ્યના મહેસૂલ વિભાગની ટીમોએ દરોડા પાડીને દસ્તાવેજોની ચકાસણી કરી છે. એટલું જ નહીં, બોગસ ખેડૂત ખાતેદારોને નોટિસો ફટકારી કાયદાકીય કાર્યવાહી કરી છે.
માતરની આસપાસના ગામડાઓમાં ભ્રષ્ટ તલાટી અને મહેસૂલ કર્મચારીઓના મેળાપિપણાથી 500થી વધુ માલેતુજારો ખેડૂતો ખાતેદાર બન્યા છે. આખુંય કૌભાંડ મહેસૂલ વિભાગે પકડી પાડ્યું છે. મહેસૂલ વિભાગની ટીમોએ દસ્તાવેજોની ચકાસણી કરતા મોટા ભાગના બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણમાં જો પુરાવા રજુ કરાશે નહીં તો ખાતેદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરાશે. એટલું જ નહીં પરંતુ જમીનો પણ ખાલસા કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના અન્ય જિલ્લામાં પણ બોગસ ખેડૂત ખાતેદાર હોય તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરોને પણ આદેશ
કરાયા છે.


comments powered by Disqus