મુખ્યમંત્રી દ્વારા મહમદપુરાથી શાળા પ્રવેશોત્સવ

Tuesday 28th June 2022 15:50 EDT
 
 

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના મહમદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી. અને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ શાળામાં એસ.એમ.સીના સભ્યો અને શાળાશિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ બાળકોને ચોકલેટ અને શૈક્ષણિક કીટ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાઓની શિક્ષણની સ્થિતિ બદલવા અને પ્રારંભિક શિક્ષણને વેગ આપવા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. જેને લઈને ડ્રોપઆઉટ રેસિયો ઘટ્યો છે.
રાજ્યમાં ગુરુવારથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત 32 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાનું શરૂ થયું છે.


comments powered by Disqus