રશિયામાં નિકાસ કરનારા મોરબીના સિરામિક એકમોના કરોડો રૂપિયા સલવાયા

Tuesday 28th June 2022 15:52 EDT
 
 

મોરબીઃ રશિયામાં ટાઈલ્સ અને સિરામિક્સ પ્રોડક્ટ્સની નિકાસ કરનાર મોરબીરના 150થી વધુ એકમોના અબજો રૂપિયા આવી શકતા ન હોવાથી આ એકમોની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે. રશિયા-યુક્રેનના યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમમાંથી રશિયાની બાદબાકી કરવામાં આવી તેને પરિણામે જ પેમેન્ટની સમસ્યા વકરી ગઈ હોવાની એક ફરિયાદ કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામનને કરવામાં આવી છે. રશિયાને સપ્લાય કરવામાં આવેલા માલના પૈસા આવતા અટકી ગયા છે. ભારતની બેન્ક રશિયાથી આવેલા પેમેન્ટ્સના બેન્ક રિયલાઈઝેશન સર્ટિફિકેટ્સ-બીઆરસી ઈશ્યુ કરી આપે તેવી સૂચના દરેક બેન્કોને આપવાની માગણી કરવામાં આવી છે.
રશિયા તરફથી મોકલવામાં આવતા પેમેન્ટ સ્વીકારવા કે નહીં તે અંગે બેન્કોને પણ કોઈ જ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી નથી. ભારતની ઘણી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો રશિયાથી મોકલવામાં આવતા નાણાં સ્વીકારતી જ નથી. રશિયાની બેન્ક તરફથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનને એક્નોલોજ કરતી નથી. ગુજરાતના બેન્કરોનું કહેવું છે કે આ મુદ્દે ભારત સરકાર તરફથી તેમને કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી. મોરબીના નિકાસકારોએ તેમની સમસ્યાનો ઉકેલ મળી જાય તે માટે રશિયા ખાતેની ઈન્ડિયન એમ્બેસીની કચેરીનો અને ભારતમાં RBI સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે.


comments powered by Disqus