રાજકોટમાં દંપતીનો આત્મવિલોપનનો પ્રયાસ

Tuesday 28th June 2022 15:54 EDT
 
 

રાજકોટઃ શહેરમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીએ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. શહેરના ચુનારાવાડ ચોક નજીક રહેતા અને રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા મુકેશ માલકીયાએ આશરે બે વર્ષ પહેલા મનીષા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ હવે યુવતી મનીષાના પરિવારજનો દ્વારા આવારનવાર યુવક અને તેના પરિવારને મારી નાખવાની તેમજ બે લાખ રૂપિયા આપી દેવાની ધમકી આપતા હોય દંપતીએ કંટાળી  કમિશનર કચેરી ખાતે આવી કોઈ કઈ સમજે તે પહેલા શરીર પર કેરોસીન છાંટી અત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે શરીરે આગ ચાંપે તે પહેલા જ ત્યાં હાજર પોલીસે તેને અટકાવ્યો હતો. યુવકે જણાવ્યું હતું કે યુવતીના પરિવારજનો સહિત 10થી 12 શખ્સે મળી તેમના પર હુમલો કર્યો હતો. આ જ રીતે અવારનવાર હેરાન કરતા હોવાથી આખરે કંટાળી બન્નેએ આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus