રૈયોલીમાં દેશના પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલપાર્ક ડાયનાસોર મ્યુઝિયમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

Tuesday 28th June 2022 16:01 EDT
 
 

નડિયાદ: મહિસાગર જિલ્લાના 1200ની વસતિ ધરાવતા રૈયાલી ગામને વિશ્વ ફલક પર નામના અપાવનાર ડાયનોસોર ફોસિલ પાર્કમાં મ્યુઝિયમ ફેઝ-2નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે લોકાર્પણ કર્યું હતું. ડાયનાસોરના મૃત્યુ બાદ કંઈ કંઈ પ્રજાતિઓ આ વિસ્તારમાં રહેવાસ કરતી હતી તેના અવશેષોની સંપૂર્ણ માહિતી આપતું મ્યુઝિયમ ફેઝ-2માં તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રાચીન ભૂમિ છે અને તેના મૂળિયા છેક પ્રાગૈતિહાસિક યુગ સુધી લંબાયેલા છે. રૈયોલી ગામની ધરતી ગુજરાતના એ પ્રાગૈતિહાસિક યુગની સાક્ષી પૂરે છે અને આપણે આ ઇતિહાસને દુનિયા સમક્ષ ખુલ્લો મુક્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લો તેના કુદરતી સૌંદર્યને કારણે વિકાસની અનેક સંભાવનાઓ ધરાવે છે.


comments powered by Disqus