સુરત: 26 જૂન એટલે ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટ્સ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલીકીટ ટ્રાફિકિંગ અંતર્ગત સુરત એસઓજીએ કડોદરા રોડ પર નિયોલ ચેક પોસ્ટ પરથી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં મુંબઈથી સુરતના રાંદેર ખાતે નશીલા પદાર્થ એવા કોકેઈનની ડિલીવરી આપવા આવી રહેલા ઓડીયા દંપતીને ઝડપીને તેની પાસેથી 39,100 ગ્રામ કોકેઈન સહિત કુલ રૂ. 51.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

