કુલ કેક્સઃ કિંગ્સબરીથી બકિંગહામ પેલેસ ગિનીસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં સ્થાન એશિયન વોઈસ તરફથી એવોર્ડ

Wednesday 17th August 2022 08:16 EDT
 
 

કૂલ કેક્સ બેકરી અગાઉ પૌલ’સની બેકરી તરીકે જાણીતી હતી. તેની સ્થાપના 1994મા કુલવિંદરકુમાર ઉર્ફે પોલ અને તેમના પત્ની સલિન્દર કૌર દ્વારા કરાઇ હતી. મોડેલિંગ ગમ પેસ્ટ ફ્લાવર્સ અને ડેકોરેશનમાં પોલનું કૌશલ્ય અદ્વિતિય છે. તેમણે અમેરિકામાં કેક ડેકોરેશનમાં અનુસ્નાતક ડિગ્રી અને ડિપ્લોમા હાંસલ કરેલા છે. તેમના સક્ષમ નેતૃત્વએ આજે કૂલ કેક્સને બ્રાન્ડ બનાવી છે.
કુલવિંદરકુમાર “પોલ”ના નામથી પણ જાણીતા છે. તેઓ છેલ્લા 30 વર્ષથી માસ્ટર બેકર છે.
પોલ કહે છે કે, નામદાર મહારાણી પ્રત્યેના સન્માનને પ્રદર્શિત કરવા મેં 2012માં તેમની ડાયમંડ જ્યુબિલીની ઉજવણી પ્રસંગે વિશેષ કેક તૈયાર કરી ભેટ આપ્યો હતો અને એક સ્ટ્રીટ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. હવે આ વર્ષે નામદાર મહારાણીની પ્લેટિનમ જ્યુબિલી ઉજવાઇ ત્યારે મેં તે પરંપરા જાળવી રાખતા 20 મે 2022ના રોજ એક વિશેષ પ્લેટિનમ જ્યુબિલી કેક તૈયાર કરી ભેટમાં આપ્યો હતો. મહારાણીની હાજરી, પ્રતિબદ્ધતા અને અથાક પરિશ્રમ માટે ફક્ત મારા તરફથી જ નહીં પરંતુ સમગ્ર સમુદાય તરફથી આભાર વ્યક્ત કરવા અને તેમના પ્રયાસોને બિરદાવવા મેં 10 જૂન 2022ના શુક્રવારના રોજ ધ સેન્ટર, મેર્રિક રોડ, સાઉથહોલ ખાતે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.
કુલવિંદરકુમાર થીમ આધારિત કેક કરવાના નિષ્ણાત છે. ગ્રાહકની પસંદગીની થીમ પ્રમાણે તેઓ વેડિંગ કેક, બર્થડે કેક અને બેબી શાવર કેક તૈયાર કરી આપે છે. કૂલ કેક્સ ખાતે તૈયાર કરાતા વિવિધ પ્રસંગો માટેના કેક ખૂબ જ વ્યાજબી ભાવે ગ્રાહકોને ઉપલબ્ધ કરાવાય છે અને ઓર્ડર આપ્યાના દિવસે જ કેક ડિલિવર કરવાની સુવિધા પણ અપાય છે. પોલ કહે છે કે અમારા દ્વારા તૈયાર કરાતી બેક્ડ આઇટમ્સમાં ઉચ્ચ કક્ષાની કાળજી અને સુરક્ષા રાખવામાં આવે છે. તે ઉપરાંત ગ્રાહકોને દરેક પ્રકારના પ્રસંગ માટે કેકની પસંદગી કરવા કેકની વ્યાપક રેન્જ ઉપલબ્ધ છે. અમારા દ્વારા તૈયાર કરાતા કેકની વૈવિધ્યતાપૂર્ણ ફ્લેવર્સ દરેક પ્રકારના પ્રસંગને ચાર ચાંદ લગાવે છે. અમારો કોઇપણ ગ્રાહક અસંતોષ સાથે પાછો ન જાય તે અમારી પ્રતિબદ્ધતા છે. પોલ દ્વારા તૈયાર કરાયેલા કેક સ્કલ્પચરને નવેમ્બર 2014માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું હતું. 2018માં ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે એવોર્ડ ઈવેન્ટનું આયોજન થયું હતું. આ પ્રસંગે કુલવિન્દર કુમારને ‘ઈનોવેશન ઈન બિઝનેસ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કૂલ કેક્સ દ્વારા વેડિંગ, બર્થડે અથવા તો કોઇપણ વિશેષ પ્રસંગ માટે ફ્રેશ ક્રીમ, બટર ક્રીમ અથવા તો આઇસિંગ સાથેના કેક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નોર્થ વેસ્ટ લંડનમાં કિંગ્સબરી અથવા તો વેસ્ટ લંડનમાં ખાતે આવેલી કૂલ કેક્સની શાખાઓમાં મનપસંદ કેકના ઓર્ડર આપી શકાય છે. અમારી આ શાખાઓ ખાતે તાલીમબદ્ધ સ્ટાફ તમારા પ્રિયજનોની પસંદગીનો કેક નક્કી કરવા માટે તમામ પ્રકારની મદદ કરે છે. તમે અમારી વેબસાઇટ https://koolcakes.uk/ પર જઇને પણ તમારી પસંદગીના કેકનો ઓર્ડર આપી
શકો છો.
Cakes for all occasions
We make cakes with or without eggs, vegan and gluten free in a variety of flavours. Available same day.E-mail: [email protected]
Kingsbury Branch: 2 Honeypot Lane,
Kingsbury, London, NW9 9QD
Tel: 020 8204 3949
Heston Branch: 9, Central Parade,
New Heston Road, Heston,
Middlesex, TW5 0LQ
Tel: 020 8577 6393


comments powered by Disqus