અંગ્રેજોનો રાજદ્રોહનો કાયદો સ્થગિતઃ નવા કેસ પણ નહીં

Tuesday 17th May 2022 14:43 EDT
 
 

નવીદિલ્હી: રાજદ્રોહના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. રાજદ્રોહના કેસ અંગે દાખલ કરવામાં આવેલી અરજીઓ ઉપર સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમે આ કાયદા હેઠળ હાલ પૂરતાં પગલાં લેવા સામે પ્રિતબંધ મૂકી દીધો છે. ચીફ જસ્ટિસ એન.વી. રામન્નાના વડપણ હેઠળની ત્રણ જજની બેન્ચ દ્વારા આ અરજીઓ અંગે આદેશ આપવામાં આવ્યો હતો કે, આ કાયદો અંગ્રેજો દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો અંગ્રોજોના સમયનો આ કાયદો વ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ મારનારો છે. આ કાયદા દ્વારા મહાત્મા ગાંધી અને લોકમાન્ય ટિળક તેજવા સ્વતંત્રતા સેનાનીઓ ઉપર પણ દમન કરવામાં આવ્યું હતું.
આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે આવા દમનકારી કાયદાની જરૂર છે? કોર્ટ દ્વારા આ મુદ્દે હવે આઈપીસીની કલમ 124-એ હેઠળ લાગુ કરવામાં આવતો દેશદ્રોહનો ગુનો અને તેના આધારે થતા કેસ હાલમાં સ્થગિત કરી દેવાયા છે. કોર્ટે તમામ નીચલી અદાલતો અને સરકારને આદેશ આપ્યા છે કે, આ કલમ હેઠળ કે કાયદા હેઠળ આગામી સમયમાં કોઈ નવા ગુના નોંધવામાં ન આવે. તે ઉપરાંત દેસમાં આ કાયદા હેઠળ જેટલા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે તેમને પણ રાહત અને જામીન મેળવવા માટે હકદાર જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા આ મુદ્દે સુનાવણી કરવા દરમિયાન કેન્દ્રને પોતાનો મત રજૂ કરવા માટે જણાવાયું હતું. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કેટલીક બાબતોની સ્પષ્ટતા થવી જોઈએ તેથી કાયદાના અમલીકરણ અંગે કોઈ સમસ્યા ન રહે. આ અંગે કોર્ટે જણાવ્યું હતું કે, પહેલા એ જણાવો કે, જે કેસ પેન્ડિંગ છે તે અંગે સરકાર શું વિચારી રહી છે? બીજું એ છે કે, ભવિષ્યમાં રાજદ્રોહના જે કેસ સામે આવશે તેમાં સરકાર કેવી રીતે પગલાં લેશે?


comments powered by Disqus