કચ્છ સરહદે ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Tuesday 17th May 2022 11:46 EDT
 

ભુજ: કચ્છ સરહદે ૩.૨ની તીવ્રતાના આંચકા સાથે ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં નોંધાયું હતું. તા.૧૧-૫ના સવારે ૧૦.૩૦ કલાકે ખાવડાથી ૪૮ કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ૩.૨ની તીવ્રતાના આંચકા સાથે ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ ૨૪.૨૭૦ અક્ષાંશ, ૬૯.૭૫૨ રેખાંશ સાથે ૧૯.૭ કિ.મી.ની ઉંડાઇએ પાકિસ્તાનમાં નોંધાયું હતું. જેની અસર કચ્છના કુરન સહિતના સરહદી ગામોમાં વર્તાઇ હતી. નોંધવું રહ્યું કે, કન્ટ્રોલ હિલ ફોલ્ટલાઇનની જેમ ખાવડાથી રાપર તરફની ફોલ્ટલાઇનમાં કુરન નજીક કંપન સાથે ધરામાં સળવળાટ થયો હતો.


comments powered by Disqus