ભુજ: જૈન સમાજ પોતાની ઘટતી જતી વસતીને લઈને ચિતીત છે ત્યારે કચ્છના બારોઈ ક.વિ.ઓ. મહાજન દ્વારા બે કરતાં વધુ સંતાનોના જન્મને પગલે રૂ.10 લાખ સુધીની સહાય આપવામાં આવશે. બીજા અને ત્રીજા બાળકની જન્મદ બાદ રૂ. 1 લાખ અને તેના દર વર્ષે આવતાં જન્મદિવસે પ્રસંગે રૂ. 50 હજાર મળીને સતત 18 વર્ષ સુધી સહાય પેટે રૂ. 10 લાખ આપવામાં આવશે. આ નવતર પ્રયોગ સમી યોજનાનો લાભ તા. 1-1-2023 બાદ જન્મનાર બાળકોને આપવામાં આવશે. બીજા સંતાનને જે રીતે લાભ આપવામાં આવશે તેજ રીતે ત્રીજા સંતાનના જન્મને લઈને પણ લાભ આપવામાં આવશે. જૈન સમાજ અને બારોઈની વસતી ઘટી રહી છે. સ્વતંત્રતામાં માનતા યુવા વર્ગ મોડા લગ્ન કરે છે ઘણા દંપતી મોર્ડન લાઈફ સ્ટાઈલમાં બાંધછોડ કરવા તૈયાર નથી હોતા એટલે સંતાન નથી જોઈતા તેવો નિર્ણય કરે છે.
