કોઝીકોડઃ કેરળના કોઝીકોડમાં 20 વર્ષની મોડેલ અને અભિનેત્રી શાહાનાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અભિનેત્રીની માતાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ સજ્જાદની ધરપકડ કરી હતી.
કેરળના કોઝીકોડના પોતાના ઘરમાં 20 વર્ષની અભિનેત્રી શાહાનાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અભિનેત્રી જાહેરાતોમાં મોડલિંગ કરતી હતી, તે ઉપરાંતે ફિલ્મોમાં પણ કામ કરતી હતી. 20 વર્ષની શાહાનાના લગ્ન દોઢ વર્ષે પહેલાં સજ્જાદ સાથે થયા હતા. તે વખતે સજ્જાદ કતારમાં રહેતો હતો. લગ્ન પછી સજ્જાદ કેરળમાં રહેતો હતો અને શાહાનાની મોડલિંગ કરિઅરમાંથી મળતી રકમ રાખી લેતો હતો. અભિનેત્રીની માતા ઉવેમાએ આરોપ લગાવ્યો હતો કે ૩૧ વર્ષનો સજ્જાદ તેની સાથે મારપીટ કરતો હતો. મોડલિંગના ચેક રાખી લેતો હતો ને મોડલિંગના વળતર મુદ્દે અવારનવાર ઝઘડા કરતો હતો.

