ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલુંઃ 10 જૂન બાદ આગમન

Tuesday 17th May 2022 14:41 EDT
 
 

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેર વર્તાવી રહેલી કાળઝાળ ગરમીમાંથી હવે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વખતે સામાન્યથી વહેલું એટલે કે 15 જૂનની આસપાસ જ ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યના ચોમાસાએ સોમવારે ભારતમાં આગમન કરી લીધું છે જેમાં બંગાળની ખાડીના કેટલાક જ્યારે આંદામાન નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રિ મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 4-5 દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી 4-5 દિવસમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઈ જશે. કેરળમાં 27મેથી 1 જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે.


comments powered by Disqus