નૈઋત્યનાં ચોમાસાનું બંગાળની ખાડીમાં આગમનઃ ૨૭મીએ કેરળ પહોંચશે

Tuesday 17th May 2022 14:44 EDT
 
 

નવીદિલ્હી: દેશનાં ઉત્તર અને પશ્ચિમનાં રાજ્યોમાં ગરમીના પ્રકોપથી લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવામાન ખાતા દ્વારા લોકોને ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર આવી રહ્યા છે. IMDએ જણાવ્યું છે કે, નૈઋત્યનાં ચોમાસાનું બંગાળની ખાડીમાં આગમન થઈ ગયું છે. આંદામાન-નિકોબાર પર તેની અસર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં પણ તેનો અહેસાસ થઈ રહ્યો છે. 27મી મેની આસપાસ ચોમાસું કેરળમાં દસ્તક દેશે તેવો વરતારો છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આ અઠવાડિયે ઉત્તરાખંડ, મેઘાલય, આસામ તેમજ કેરળ અને દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ઉત્તરનાં પહાડી રાજ્યો જમ્મુ કાશ્મીર તેમજ લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે કે ત્રણ દિવસ બરફનાં કરા સાથે વરસાદ પડી શકે છે. 


comments powered by Disqus