પાટણ: જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં દલિત સમાજના યુકના લગ્ન પ્રસંગના વરઘોડામાં કેટલાક લોકોએ વિરોધ કરી પથ્થરમારો કરતાં દોડધામ મચી હતી. થોડાક સમય માટે લગ્ન પ્રસંગમાં વિક્ષેપ પડ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ગામમાં આવીમામલો શાતંકરતાં તેમજ સમાજના અગ્રણીઓએ પણ સમજદારીપૂર્વક મામલો સંભાળી લેતાં બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાતે ફરી ગામમાં વરઘોડો નીકળ્યો હતો.
સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં રહેતા વિજયભાઈ પરમારના લગ્નમાં સવારે વરઘોડો કઢાયો હતો. વરઘોડામાં બેનડની સુરાવલી સાથે લોકો પ્રસંગને મહ્લી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકોનાં ટોળાએ વરગોડો ઉપરપથ્થરમારો કરતાં નાસભાગ મચી જવા પામી હતી. અચાનક થયેલા પથ્થરમારાની ઘટનામાં ચાર જેટલી મહિલાઓ અને વરરાજા વિજયભાઈ અને તેમની માતાન પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. પથ્થરમારાની ઘટના બાદ ગામમાં સ્થિતિ બગડે તે પહેલાં જ પોલીસને જાણ થતાં વાગડોદા, સરસ્વતી અને પાટમની એલ.સી.બી, એસ.ઓ.જી. પોલીસ ગામમાં પહોંચી ગઈ હતી. ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી અનિચ્છનીય બનાવ બનતા અટકાવી દીધો હતો. જેથી બપોર બાદ ગામમાં શાંતિનો માહોલ હતો. છતાં જિલ્લા એસપી દ્વારા અગમચેતીના ભાગરૂપે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

