અમદાવાદ: પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ અને પ્રબોધ સ્વામી જૂથ હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વડા બાબતે છેલ્લા ૮ મહિનાથી વિવાહ કરી રહ્યા છે. કોર્ટમાં બંને પક્ષે સમાધાન કરવાના આદેશ પછી મધ્યસ્થી રાખીને હજુ બે દિવસ પહેલા જ સમાધાનકારી મીટિંગ કરી હતી. જે પછી આજે પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના સભ્યો દ્વારા સોખડા મંદિરના ચાદરવિધિ દરમ્યાન આડકતરી રીતે ગાદીપતિ જાહેર કરી દેવાયા ફરી નવો વિવાદ ઉભો થયો છે. ચાદરવિધિ દરમ્યાન પ્રેમસ્વરૂપ સ્વામીને શાલ ઓઢાડી ગાદીપતિ તરીકે જાહેર કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે આ વિવાદનો સમગ્ર કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે વિવિદ ઉગ્ર બને તેવી શક્યતા છે.
બીજી તરફ પરમાનંદ સ્વામીએ જણાવ્યું કે હરિપ્રસાદ સ્વામીનો સૌથી વધુ પ્રમે ત્યાગવલ્લભ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીએ મળ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીને મળ્યો છે. જેના કારણે બીજાને ઇર્ષા થઇ રહી છે. તમે સૌ બહેરા થઇ જાવ. કોઇનું બહું સાંભળવું નહીં. જો કે સમગ્ર મેટર હજુ કોર્ટમાં હોવાથી આ જાહેરાતને કારણે વિવાધ વધુ વકરી શકે છે. પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોઆ મુદ્દે ઉગ્ર વિરોધ કરી શકે છે.
હવે વિરક્ત સ્વામીએ પ્રેમસ્વરૂપ સ્વામી હસ્તકનું હરિધામ છોડ્યું
સોખડા હરિધામમાં ગાદીના વિવાદ વચ્ચે ગત મહિને 21 એપ્રિલે પ્રબોધસ્વામી સહિત 179 સંતો, સેવકો અને સાધ્વીઓએ હરિધામ છોડ્યું હતું. હજુ પણ સંતોનો હરિધામ ચોડવાનો સિલસિલો યથાવત છે. વિરક્ત સ્વામીએ પ્રેમસિરૂપે સ્વામી જૂથ હસ્તકનું હરિધામ છોડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સોખડા સ્વામીનારાયણ મંદિરનામ
પૂ. હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી જૂથ વચ્ચે ગાદીનો વિવાદ શરૂ થયો હતો. સ્વામીજીના સ્વધામ ગમના 10 મહિનામાં પ્રબોધસ્વામી અને તેમના જૂથના અન્ય સાધુ, સંતો, સાધ્વીઓએ ગત 21 એપ્રિલે હરિધામ છોડ્યું હતું. સોખડા હરિધામની 10000 કરોડની સંપત્તિની ગાદી મુદ્દે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ વચ્ચે હાઈકોર્ટ કાયદાકીય લડત ચાલી રહી છે.

