અમદાવાદઃ ક્રાઈમબ્રાંચે 5 દિવસ અગાઉ શાહિબાગની કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં યુ.એસ.એ જતા પાર્સલ ચેક કરીને ૩ કરોડ રૂપિયાનું પાર્ટી ડ્રગ્સ ઝડપી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નવસારીના યુવક સુરેશ યાદવે પોલીસને જણાવ્યું કે, રાજસ્થાનના પુષ્કરથી મિત્ર સોનુએ મરીમસાલા, કપડા અને કોસ્મેટીક આઈટમોનું પાર્સલ મોકલી યુ.એસ.એ. પોસ્ટ કરવા જણાવ્યું હતું. આ પાર્સલ નવસારી પોસ્ટ ઓફિસમાંથી યુ.એસ.એ. પહોંચાડવા પોસ્ટ કર્યા બાદ તેમાં ડ્રગ્સ હોવાની મને શંકા જતા તમને જાણ કરૂ છું. ક્રાઈમબ્રાંચે આ બાબતે તત્કાળ ડે. કમિશનર કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસને જાણ કરીને બાદમાં સ્થળ પર જઈ પાર્સલ ચેક કરતા 590 ગ્રામ પાર્ટી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.
કસ્ટમ વિભાગે પાર્સલ ચેક કરતા તેના પર સંજય પટેલનું નામ અને નવસારીનું એડ્રેસ તેમજ આધાર કાર્ડની પણ કોપી લગાવી હતી. મોબાઈલ નંબર અને સંજય પટેલનું સરનામું પણ લખવામાં આવ્યું હતું. આમ સંજય પટેલના નામે આ
પાર્સલ યુ.એસ.એ. મોકલવા પોસ્ટ થયું હતું.

