અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપનો માર્ગ અપનાવે તેમ છે. બે ત્રણ વખત હારનારાં ઉમેદવારોને હવે ઘરનો દરવાજો દેખાડી દેવાશે. ટિકિટની પસંદગીમાં કોંગ્રેસે નો રિપિટ થિયરી અજમાવી શકે છે.
સૂત્રોના મતે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની હાલત એક સાંધે તેર તૂટે તેવી છે. ખાસ કરીને ઉમેદવારોની પસંદગીના મામલે કોંગ્રેસ નેતાગીરીએ નક્કી કર્યું છે કે સમાજમાં સ્વચ્છ પ્રતિભા તરિકે છાપ હોય, લોકો સાથે સંપર્ક ધરાવતા હોય, પ્રજાલક્ષી કામો કરતા હોય તેવા ઉમેદવારોને આ વખતે પ્રથમ તક અપાશે. બે ત્રણ વખત હારેલા ઉમેદવારોને ટિકિટ નહી આપવા કોંગ્રેસે મન બનાવ્યું છે.

