જામનગર: જામનગરમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. બ્રાઝિલથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સદગુરુ કોલોની વિસ્તારમાં હોમ આઈશોલેટ કરાઈ છે. જ્યારે પરિવારના સભ્યો તથા આસપાસના વિસ્તારના રહેવાસીઓના સેમ્પલો લેવામાં આવ્યા છે. કોરોનાની પુન: એન્ટ્રી થતાં મહાપાલિકાની આરોગ્યની ટીમ દોડતી થઇ છે. આસપાસના વિસ્તારના નાગરિકોના સેમ્પલો એકત્ર કરી લેબોરેટરીમાં મોકલ્યા છે.સંક્રમિત મહિલાએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.
