ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજે 141 વર્ષ પૂર્ણ કર્યા

Tuesday 17th May 2022 11:55 EDT
 
 

ભરૂચઃ  ભરૂચમાં અનેક ઐતિહાસિક ધરોહર લુપ્ત થઈ ચુકી છે ત્યારે ભરૂચ-અંકલેશ્વરને જોડતો અને અંગ્રેજો વખતના જમાનાનો ગોલ્ડન બ્રિજને આજે 141 વર્ષ પૂર્ણ થયા છે અંદાજે દોઢ કિ.મી. લાંબા ગોલ્ડન બ્રિજનો અંગ્રેજોએ પ્રથમ પાયો 7 ડિસેમ્બર 1877ના રોજ નાંખ્યો હતો. ગોલ્ડન બ્રિજ 16 મે 1881માં એટલે કે ચાર વર્ષમાં તૈયાર થયો હતો અને ત્યારથી આજદિન સુધી ગોલ્ડન બ્રિજ અંગ્રેજોના જમાનાનો ગોલ્ડન બ્રિજ આજે પણ હજારો વાહનચાલકો માટે અડીખમ રહ્યો છે અને સતત ગોલ્ડન બ્રિજ વાહનોથી ભરચક રહેતા ટ્રાફિકજામની સમસ્યાનો અંત લાવવા સરકાર દ્વારા ગોલ્ડન બ્રિજની બાજુમાં સમયાંતરે નર્મદા મૈયા બ્રિજ કાર્યરત કરાયો છે. નર્મદા મૈયા બ્રિજ વાહનવ્યવહાર અર્થે કાર્યરત થતાં ગોલ્ડન બ્રિજનું ભારણ નહિવત થયું છે. ગોલ્ડન બ્રિજની મરામત માટે ગોલ્ડન બ્રિજનો વાહનવ્યવહાર ડાયવર્ટ કરવા  માટે કોઈ વિકલ્પ ન હતો પરંતુ હવે ગોલ્ડન બ્રિજને મરામતની જરૂરિયાત છે.


comments powered by Disqus