હાલોલઃ પંચમહાલના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાં ૧ જુલાઈ, ૨૦૨૧ના રોજ રાતે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં મોટાપાયે જુગાર રમાતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ દરોડામાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ૪ વિદેશી મહિલા સહિત કુલ ૨૬ લોકોની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હાલોલ કોર્ટે બુધવારે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત ૨૬ ને દોષિત જાહેર કરી તમામને ૨ વર્ષની સજા ફટકારી હતી. આ સાથે જુગારનો અડ્ડો ચલાવતાં જીમીરા રિસોર્ટનો પરવાનો પણ રદ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટના સરકારી વકીલ શર્માની દલીલો બાદ જજ પ્રેમ હંસરાજ સિંહે ચુકાદામાં ભાગવત ગીતાના શ્લોક અને કુરાન શરીફની આયતોનો દૃષ્ટાંત ટાંકી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત ૨૬ આરોપીઓને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો હતો.

