મુંબઈમાં 1993ના બોમ્બબ્લાસ્ટના આરોપીઓ પાસપોર્ટ સુધારવા અમદાવાદ આવ્યાં અને ઝડપાયાઃ એટીએસ

Tuesday 17th May 2022 14:38 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત ATSએ આજે દાઉદના ચાર માણસની ધરપકડ કરીને સફળતા મેળવી છે. 1993ના બ્લાસ્ટ કેસના આરોપીઓ દેશ છોડીને ભાગી ગયા હતા. ATSનું કહેવું છે કે તેઓ અમદાવાદ એરપોર્ટ નજીકથી બોગસ પાસપોર્ટના આધારે પકડાયા અને પછી તેમની દાઉદની લિંક ખૂલતાં એનાથી પણ વધુ હાસ્યાસ્પદ વાત એ છે કે જે વ્યક્તિ વિદેશ ભાગી જાય અને પરત ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે અમદાવાદ આવે અને એમાં તેઓ સુધારો કરવા માટે આવ્યા હોય એ પોલીસની થિયરી ગળે ઊતરે એમ નથી.
બીજી તરફ, એક અધિકારી એવું લોજિક સમજાવે છે કે આરોપીઓ પોતાના વતન માતા-પિતાને કબર પર શીશ ઝુકાવવા આવ્યા એવી તેમની ઇચ્છા હોય છે. ખરેખર આ બધાની વચ્ચે વિશ્વસનીય સૂત્રોએ એવું જણાવ્યું છે કે આરોપીઓને પરત લાવવા માટે સેન્ટ્રલ એજન્સી દ્વારા પાંચ વર્ષથી પ્રયાસ કરવામાં આવતો હતો અને કેન્દ્રમાં રહેલા ગુજરાત કેડરના આઈપીએસની મહેનત થકી આરોપીઓને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. હવે કોણ સાચું, કોણ ખોટું એ આવનારા સમયમાં બહાર આવે છે કે નહીં એના પર પ્રશ્નાર્થ છે.
અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાનાં ઠેકાણાં બદલી નાખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે.
આ ચારેય આરોપી બોગસ પાસપોર્ટ બનાવીને એક દેશથી બીજા દેશમાં ફરતા હતા. થોડા સમય પહેલાં દુબઈમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેઓ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ નજીક આવતા ATSના હાથે ઝડપાયા છે.


comments powered by Disqus