રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ ડિરેક્ટર અવિનાશ દાસ સામે ગુનો

Tuesday 17th May 2022 14:39 EDT
 
 

અમદાવાદઃ દરેક ભારતીયને તિરંગા માટે માન હોય છે અને તેના માટે એ કઈ પણ કરવા તૈયાર હોય છે. પણ ક્યારેક લોકો તિરંગાનું અપમાન કરે તેને સબક શીખવાડવા પોલીસ આકરા પગલાં ભરતી હોય છે. આ બધાની વચ્ચે જાણીતા વેબ સીરિઝના ડાયરેક્ટરે તેમના સોશિયલ મીડિયામાં તિરંગાને અશ્લીલ રૂપે દર્શાવ્યો હતો એટલું જ નહીં તેમને અન્ય રાજકીય નેતાના પણ ખોટા ટ્વીટ કર્યા હતાં. આ વાતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સેલને થયા બાદ એની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ઝારખંડના મહિલા IAS પૂજા સિંઘલ સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાંચ વર્ષ જુનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઉભી કરવાની અને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિષ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


comments powered by Disqus