વાલોડમાં પત્નીને સળગાવી પતિએ પણ બાથ ભીડી

Tuesday 17th May 2022 11:54 EDT
 
 

બારડોલીઃ તાપી જિલ્લાના વાલોડ ખાતે તાલુકા પંચાયત કચેરીમાં પ્રથમ માળે મનરેગા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી પત્ની ઉપર શિક્ષક પતિએ અન્ય સાથે આડા સંબંધનો વહેમ રાખી પ્લાસ્ટિકની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લાવી પત્ની ઉપર છાંટી દઈ પોતે પણ શરીર ઉપર છાંટી લાઈટર વડે આગ ચાંપી દેતાં બંને સળગી જતાં મોતને ભેટ્યા હતા. પોલીસે મરનાર પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સળગી જનાર દંપતિને 15 વર્ષનો દીકરો પણ છે, દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં નોંધારો બન્યો હતો.


comments powered by Disqus