• ડીઆરઆઈએ દિલ્હી એરપોર્ટ પરથી 462 કરોડ રૂપિયાનું 62 કિલો હેરોઈન જપ્ત કર્યુંઃ DRIએ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્સ ખાતેથી રૂ. 462 કરોડની કિંમતનું 62 કિલો હેરોઈન જપ્ત કર્યું છે તેવું નાણામંત્રાલયે જાહેર કર્યું છે કે જે આજ સુધીની સૌથી મોટી જપ્તીઓમાંની એક છે. DRIએ 55 કિલો હેરોઈન જે એક આયાત કાર્ગો કન્સાઇનમેન્ટમાં ટ્રોલી બેગ હોવાની જાહેર કરવામાં આવ્યું હતું. આ કન્સાઇનમેન્ટ મૂળ યુગાન્ડા એન્ટેબ્બેનું, એર કાર્ગો કોમ્પ્લેક્સ, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ, નવી દિલ્હી ખાતે દુબઇ મારફતે આવ્યું હતું.
• હિન્દી ભાષાને યુએનમાં પ્રોત્સાહન આપવા ભારતે 8 લાખ ડોલર આપ્યાઃ યુનાઇટેડ નેશનસ ઓર્ગેનાઈઝેશનના લોોકમાં હિન્દીનો ઉપયોગ વ્યાપક બને એ માટે ભારત સરકારે 8,00,000 ડોલર યુએનને આપ્યા, આ અંગે યુએનમાં ભારતના કાયમી નાયબ પ્રતિનિધિ આર. રવીન્દ્રએ જણાવ્યું કે યુએનના પબ્લિક ઇન્ફોર્મેશન વિભાગ સાથે મળીને 2018માં હિન્દી @UN પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. ઉપરાંત યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ગ્લોબલ કોમ્યુનિકેશન્સ સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે.
• કેરળમાં 80થી વધુ બાળકો ટમાટર ફ્લૂના બન્યા ભોગઃ કેરળમાં કોરોના સાથે હવે ટમાટર ફ્લૂનો નવો ખતરો જન્મ્યો છે. અત્યાર સુધીમાં 80થી વધુ બાળકો ટમાટર ફ્લૂ સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. ટમાટર ફ્લૂને સમજવામાં તબીબો મૂંઝવણ અનુભવી રહ્યા છે. તેઓ એ સમજવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કે આ વાઇરલ તાવ, ચિકનગુનિયા કે ડેન્ગ્યૂની સાઈડ ઇફેક્ટ તો નથી ને? કેરળના કેટલાક વિસ્તારમાં આ બીમારી જોવા મળે છે. તબીબી અધિકારીઓ ચેતવણી આપી રહ્યા છે કે તેને રોકવાના ઉપાય કરવામાં નહીં આવે તો સંક્રમણ ફેલાઈ શકે છે.
• હવાઈ મુસાફરીના ભાવમાં સતત 10મી વખત વધારોઃ હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે એક ખરાબ સમાચાર છે. હવાઈ મુસાફરીના ખર્ચમાં પણ હવે ફરી વધારો થઈ શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની સાથે એલપીજીના ભાવમાં ભડકા અને હવે સીએનજીના ભાવમાં થઈ રહેલો ઉત્તરોતર વધારા બાદ હવાઈ મુસાફરીમાં વપરાતા ઈંધણના ભાવ પણ દેશની જનતાને 45 ડિગ્રી તાપમાનમાં દઝાડી રહ્યાં છે. હવાઈ મુસાફરી માટે વપરાતા એવિયેશન ટર્બાઈન ફ્યુલ વધુ એક ભાવવધારા સાથે નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર જેટ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આ વર્ષે સતત દસમી વખત ATFના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
• પંડિતો કાશ્મીર ખાલી કરે નહીં તો મરવા તૈયાર રહે-આતંકીઓ બેફામઃ જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોયબાના એક મોડ્યૂલને સૈન્ય અને પોલીસે મળીને નિષ્ફળ બનાવ્યું હતું અને લશ્કરે તોયબાના આઠ આતંકીઓની ધરપકડ કરાઈ હતી. જે આઠ આંતકીઓ ઝડપાયા છે તેમાં બે હાઈબ્રીડ આતંકીઓ, એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ કે જેઓ આતંકીઓ સાથે સંકળાયેલા હતા અને એક પાકિસ્તાન દ્વારા તાલીમ લીધેલા આતંકીનો સમાવેશ થાય છે.
• ભારતીય આર્મીએ વધુ 35,000 સૈનિકો ચીન સરહદે શિફ્ટ કર્યાઃ ભારતના આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ હોદ્દો સંભાળ્યા પછી તરત જ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ખાતે કોઈ અડપલું નહીં કરવા સાફ સાફ સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન કે પાક. દ્વારા બોર્ડર પર કોઈ ખોટી હરકત કે અટકચાળાને ચલાવી લેવાશે નહીં. આ સંદર્ભમાં જ ભારતના આર્મીએ લદાખ સેક્ટરથી સેનાની 6 ડિવિઝનનાં સૈનિકોને ચીનની બોર્ડર નજીક LAC ખાતે શિફ્ટ કર્યા છે. આમ તો શિફ્ટિંગની પ્રોસેસ 2 વર્ષથી ચાલે છે પણ ચીન બોર્ડર પર હમણા 35,000 સૈનિકો શિફ્ટ કરાયા છે.
• કેન્દ્ર સરકાર દ્વાર ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાયોઃ દેશની ખાદ્ય સુરક્ષા સામે ખતરાનું કારણ આપતાં કેન્દ્ર સરકારે ઘઉની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યાનું જાહેર કર્યું છે. વૈશ્વિક સ્તરે ઘઉંની કિંતોમાં અચાનક ઉછાળા સહિતના પરિબળોને ધ્યાનમાં લેતાં સરકારે આ નિર્ણય કર્યો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રલયે જણાવ્યું છે.
• ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબનું રાજીનામું ડો. માણિક સાહા નવા મુખ્યમંત્રીઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવ દ્વારા શનિવારે રાજીનામું આપવામાં આવ્યું હતું તેમણે રાજ્યપાલને રાજીનામું સોપ્યું હતું બીજી તરફ ભાજપ દ્વારા રાજ્યના નવા સીએમ તરીકે ડો. માણિક સાહા ઉપર પસંદીનો કળસ ઢોળવામાં આવ્યો છે. તેઓ હવે ચાર્જ સંભાળશે.
• ભારત કિસાન યુનિયનના બે ફાડિયાં રાજેશસિંહ ચૌહાણ નવા યુનિયન અધ્યક્ષઃ ચૌધરી મહેન્દ્રસિંહ ટિકૈતના ભારતીય કિસાન યુનિયનના રવિવારે તેમની પુણ્યતિથિ પર જ ભાગલાં પડી ગયા. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશસિંહ ચૌહાનના નેતૃત્વમાં નવું ભારતીય કિસાન યુનિયન (બિનરાજકીય) બનાવાયું છે. રાજેશસિંહ તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈત રાજકારણ કરનારા લોકો છે. તાજેતરમાં યુપી વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોને એક ચોક્કસ પક્ષનો પ્રચાર કરવા કહેવાયું હતું પણ હવે હું રાજકીય પક્ષની જેમ કામ કરતા યુનિયનમાં નહીં રહું. અમારું કામ ખેડૂતોને સન્માન અપાવવાનું છે. રાકેશ ટિકૈત તેમના સંગઠનના અધ્યક્ષ છે જ્યારે આ નવું સંગઠન છે.
• તાજમહેલની અંદર કોઈ દેવી દેવતાની મૂર્તિ નથીઃ તાજ મહેલમા હિન્દૂ દેવી-દેવતાઓની મૂર્તીઓ હોવાના દાવાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના અધિકારીઓએ નકારી દીધા છે. આ અધિકારીઓનું કહેવું છે કે તાજ મહેલના ૨૨ રૂમના દરવાજા ખુલ્લા જ છે અને તેમાં દેવી-દેવતાઓની મુર્તીઓ નથી.
• કોંગ્રેસ માટે આત્મનિરીક્ષણ, પરિવર્તનનો સમય: કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટી માટે હવે આત્મનિરીક્ષણ, આત્મસન્માન અને પરિવર્તનનો સમય આવી ગયો છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પોતાના અંગત સ્વાર્થ અને અંગત હિતોને કોરાણે મૂકીને પાર્ટીને બેઠી કરવા કામ કરવાનું છે. પાર્ટી માટે હવે કર્જ ચૂકવવાનો સમય આવી ગયો છે.
• કાશ્મીરમાં રાહુલ ભટ્ટની હત્યાનો 24 કલાકમાં જ બદલો, ત્રણ આતંકી ઠારઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા ફરી કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ એક કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની આતંકીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જેના 24 કલાકની અંદર જ હત્યારા આતંકીઓને સૈન્યએ ઠાર માર્યા છે. અને 24 કલાકમાં જ બદલો લેવાના મૃતક રાહુલ ભટ્ટના પત્નીને આપેલા વચનને પણ પુરુ કર્યું હતું.
• માફિયાઓ સાથે મેહુલ ચોકસી, નીરવ મોદી પણ સીબીઆઈના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાંઃ સીબીઆઈ હેડક્વાર્ટરની ઓફિશિયલ વેબસાઈટમાં મોસ્ટ વોન્ટેડની યાદીમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા, આતંકવાદીઓ સાથે બે ગુજરાતીઓ મેહુલ ચોકસી અને નિરવ મોદીને વોન્ટેડ જાહેર કર્યા છે. સીબીઆઈ એ પંજાબ નેશનલ બેન્ક લોનના રૂ. 13,700 કરોડના મસમોટા કૌભાંડમાં બંને ગુજરાતીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂકી દીધા છે.
• ઝારખંડના આઈએએસ પૂજા સિંઘલ અને પતિની મનીલોન્ડરિંગ કેસમાં ધરપકડઃ ઇડીએ આઇએએસ અધિકારી અને ઝારખંડના માઇનિંગ સચિવ પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાની ધરપકડ કરી લીધી છે. આજે સતત બીજા દિવસે પૂજા સિંઘલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં. આજે બીજા દિવસની પૂછપરછ દરમિયાન જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ પછી તેમને રાંચીની હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે પૂજા સિંઘલ અને તેમના પતિ અભિષેક ઝાના સીએ સુમન કુમારની ધરપકડ કરાઈ હતી.
