સોમનાથથી ‘આપ’ની પરિવર્તન યાત્રાનો પ્રારંભ

Tuesday 17th May 2022 11:40 EDT
 
 

ગીર સોમનાથઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવાની છે. ત્યારે તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા માટે આજથી આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રા શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરી ગુજરાતભરમાં ફરનાર પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
આ યાત્રામાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઉપપ્રમુખ મનીષાબેન ખૂંટ, આપ યુવા વિંગના પ્રમુખ પ્રવિણ રામ સહિતના આગેવાનોએ હાજર રહી કાર્યકરો સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. યાત્રામાં આપના કાર્યકરો અને નેતાઓ ફોર વ્હીલ અને ટુ વ્હીલમાં સાથે જોડાયા હતા.
સોમનાથથી શરૂ થયેલી યાત્રા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ફરશે. યાત્રા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી સભા, શેરી નાટકો સહિતના કાર્યક્રમો પણ યોજાશે. અરવિંદ કેજરીવાલે કરેલા કામોની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવશે.


comments powered by Disqus