અંબાજીઃ વિશ્વપ્રસિદ્વ યાત્રાધામ અંબાજી મંદિરની પ્રથમ સૂવર્ણમય શિખરની કામગીરી પૂર્ણ થયા બાદ હવે માતાજીના મંદિરનો નૃત્ય મંડપ અને સભા મંડપ પણ સોનેથી મઢવામાં આવશે માતાજીના નિજ મંદિરના શિખરમાં ૧૪૦ કિ.ગ્રા. જેટલું સોનું વાપરવામાં આવ્યું છે. ત્યારે હવે બીજા તબક્કાની કામગીરીમાં પણ અંદાજીત અઢાર હજાર સ્ક્વેર ફૂટ જેટલી સોનેથી મઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે બીજા તબક્કામાં માતાજીના મંદિરનો સભા મંડપ તેનો ઘુમ્મટ, ચોકીઓ મંદિર, નીચે કોતરણીવાળો ભાગ સહિત નૃત્ય મંડપનો ધુમ્મટ તેની ચોકીઓને સોનેથી મઢવામાં આવશે. જેના માટે મંદિર પાસે હાલ જે સોનું જમા છે કે ઉપરાંત ૨૨૩ કિલો ગ્રામ જેટલી સોનાની જરૂરિયાત વર્તાઇ રહી છે. લોકભાગીદારી એટલે કે શ્રદ્ધાળુંઓના દાન થકી પૂર્ણ કરવામાં આવશે. તેમ મંદિર ટ્રાસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

