લખનઉઃ જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ ભાજપમાં રાજીનામાં પડવા લાગ્યા છે. સ્વામીપ્રસાદ મૌર્ય બાદ હવે દારાસિંહ ચૌહાણે પણ ભાજપ છોડી દીધો છે. જ્યારે મહિનામાં ૨૦ જેટલા નેતાઓનો ભાજપ પ્રત્યનો મોહ ભંગ થઈ ચૂક્યો છે. બદાયુ જિલ્લાના ધારાસભ્ય રાધાકૃષ્ણ શર્મા ભાજપ છોડી સપામાં સામેલ થઈ ગયા. સીતાપુરના રાકેશ રાઠોડ, બહરાઇચના માધુરી વર્મા, સંતકબીરનગરના જય ચૌબે, બલિયાના પૂર્વ ધારાસભ્ય ઈકબાલ, પ્રદેશ પ્રવક્તા જયપ્રકાશ પાંડે, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી અશોક કુમાર વર્મા, પ્રયાગરાજથી ચૂંટણી લડી ચૂકેલા શશાંક ત્રિપાઠી, ભાજપના પૂર્વ એમએલસી કાંતિસિંહ, પ્રતાપગઢના પૂર્વ ધારાસભ્ય બ્રદેશ મિશ્રા પણ ભાજપ છોડીને સપામાં સામેલ થઈ ગયા છે. આશરે ૨૦ જેટલા પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો કે એમએલસી ભાજપ છોડીને સપામાં કે અન્ય પક્ષમાં સામેલ થઈ ગયા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ૧૨૫ ઉમેદવારનાં નામ જાહેર
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ આજે આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. ૧૨૫ ઉમેદવારોની યાદીાં મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. યાદીમાં સમાજવાદી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલી પંખુડી પાઠકનું નામ પણ સામેલ છે. પંખુડી નોએડાથી લડશે. ઉન્નાવથી આશાસિંહને ટિકિટ અપાઈ છે. જ્યારે ચિત્રકૂટના માણિકપુર બેઠક પરરંજના પાંડેયને ઉમેદવાર બનાવાયા છે. પાર્ટીએ તેમને બીજી વાર ટિકિટ આપી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોની યાદી નવો સંદેશ છે. ૪૦ ટકા મહિલાઓની સાથે જ ૪૦ ટકા યુવાઓને પણ ટિકિટ અપાઈ છે.

