ગુજરાતના સ્ક્રેપના ૧૭ વેપારીઓનું રૂ. ૨૮૫ કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું

Tuesday 18th January 2022 15:15 EST
 
 

સુરતઃ સુરતના પાંચ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં આવેલા કુલ ૧૭ જેટલા લોખંડના સ્ક્રેપના વેપારીઓના ૩૦ સ્થળો પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડીને કુલ ૨૮૫ કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપ્યું છે. પ્રારંભિક તપાસમાં સ્ક્રેપ વેપારીઓએ કુલ રૂ. ૫૩ કરોડની આઈટીસીની પાસઓન કરી હોવાનું ખુલવા પામ્યું છે.
સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરતના પાંચ, ભાવનગરના ત્રણ, રાજકોટના સાત અને અમદાવાદના તથા મોરબીના એક એક એમ કુલ ૧૬ સ્ક્રેપ વિક્રેતાઓના ૩૦ જેટલા ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જે પૈકી સુરતના વન ટેન સ્ટીલ, અબ્દુલ ટ્રેડર્સના ધંધાકીય સ્થળો પર સ્ટેટ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં વાંધાજનક હિસાબી દસ્તાવેજો, ખરીદ વેચાણ વ્યવહારોના વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


comments powered by Disqus