ગુજરાતમાં કોરોનાની સુનામીઃ એક દિવસમાં જ ૫ હજાર કેસ વધ્યાં, ત્રીજી લહેરમાં પહેલીવાર ૧૦ના મોત

Tuesday 18th January 2022 15:08 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૧૭,૧૧૯ કેસ નોંધાયા છે. આમ હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. ૧૮ જાન્યુઆરીની સ્થિતિએ ૧૦ દર્દીઓ મોત થયા છે અને ૭,૮૮૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થઈને ૭૯ હજારને પાર થયાં છે. મુંબઈમાં હાલ ૪૦ હજાર એક્ટિવ કેસ છે.

૭૯,૬૦૦ એક્ટિવ કેસ અને ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં ૯ લાખ ૩૮ હજાર ૯૯૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦,૧૬૪ છે. તેમજ અત્યાર સુધીમાં લાખ ૫૮ હજાર ૪૫૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૭૯ હજાર ૬૦૦ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.
જાન્યુઆરીના ૧૮ દિવસમાં કોરોનાથી ૫૬નાં મોત
૧૮ જાન્યુઆરીએ અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં ૩-૩ , સુરત શહેરમાં ૨ અને ભાવનગર શહેરમાં ૧ મળી કુલ ૧૦નાં મોત થયાં છે. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતના આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૨૨થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત ૧ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે ૬ દર્દીઓના મોત થયા હતા.


comments powered by Disqus