જાન્યુઆરીમાં સ્થગિત વાઈબ્રન્ટ સમિટ ૧લી મેએ ફરીથી યોજાવવાની સંભાવના

Tuesday 18th January 2022 15:17 EST
 
 

ગાંધીનગરઃ કોવિડ- ૧૯ના થર્ડવેવને કારણે ૧૦ જાન્યુઆરીથી શરૂ થનારી ૧૦મી વાઈબ્રન્ટ સમિટ ગુજરાત સરકારે સ્થગિત કરી છે. વર્ષ ૨૦૨૨એ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે. આથી ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે બે સપ્તાહ અગાઉ સ્થગિત કરાયેલી વાઈબ્રન્ટ સમિટ ગુજરાત સ્થાપના દિવસ- ૧લી મે- ૨૦૨૨ને રવિવારથી સળંગ ત્રણ દિવસ યોજવા ગુજરાત સરકારને દિલ્હીથી સંકેતો મળ્યા છે. જો કે, આ સંદર્ભે આખરી નિર્ણય વિદેશના ડેલગેટ્સ, પાર્ટનર કન્ટ્રીના રાજદ્વારીઓ તરફથી કન્ફર્મેશન મળ્યા બાદ માર્ચ મહિનામાં લેવાશે. મુખ્યમંત્રી કાર્યાલય અને ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીઓએ સ્થગિત રહેલી વાઈબ્રન્ટ સમિટની નવી તારીખો મુદ્દે કોઈ ફોડ પાડી રહ્યા નથી. પરંતુ, ૧૪મી વિધાનસભાનું છેલ્લું બજેટ સત્ર જેવુ પૂર્ણ થાય કે તુરંત જ વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરવા તેમને દિલ્હીથી સંકેતો મળ્યાનું કહી રહ્યા છે. સંભવતઃ ૧લી મે- ૨૦૨૨ને રવિવારથી સળંગ ત્રણ દિવસ મહાત્મા મંદિરમાં સમિટ અને ૩૦મી એપ્રિલ- ૨૦૨૨થી સચિવાલયની સામે સળંગ પાંચ દિવસ એક્ઝિબિશનનું આયોજન થઈ
શકે છે.


comments powered by Disqus