થરાદઃ લાખણીના ભાકડીયાળ ગામનો પરિવાર કારમાં ધાનેરાના ખેડા ગામે સંબંધીઓને મળીને મોડી રાત્રે પરત આવી રહ્યો હતો. ત્યારે થરાદ-ધાનેરા હાઇવે પર પાવડાસણ પાટીયા નજીક કારચાલકે કાબુ ગુમાવતાં આગળ જઇ રહેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર ઘુસી ગઇ હતી. આ દુર્ઘટનામાં કારનો ખુરદો બોલી જતાં તેમાં બેઠેલ તમામને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે પૈકી પાંચ લોકોનાં મોત નિપજ્યાં હતાં.
