દીન દયાળ પોર્ટે ૧૦૦ એમએમટી કાર્ગો હેન્ડલ કર્યા

Tuesday 18th January 2022 12:07 EST
 
 

ભૂજઃ દીન દયાળ પોર્ટ દ્વારા સતત ૧૪વર્ષથી અગ્રેસર ભૂમિકા ભજવીને નાણાંકીય શરૂઆતના દિવસોથી જ વિવિધ પગલા ભરવામાં આવે છે. અને જેને લઇને કોઇ અડચણ આવે તો તેને પાર પાડીને કાર્ગો મુવમેન્ટમાં કોઇ અવરોધ ઉભો ન થાય તે માટે પગલા ભરવામાં આવતા હોય છે.
કોવિડ જેવી પરીસ્થિતિમાં તો સ્પેશિયલ મંજુરી લઇને ખાતર સહિતના અન્ય બાબતોના વહન માટે તૈયારી કરવામાં આવી હતી જેને લઇને પોર્ટ મુવમેન્ટ અટકી ન હતી. ૩૬૫ દિવસ સતત ધમધમાટ ચાલુ રાખ્યો હતો.
ક્રુડ ઓઇલ સહિતના કાર્ગો આયાતમાં વધારો
ખાદ્યતેલ, પ્રવાહી ખાતરનો કાચો માલ જેમ કે ફોસ્ફોરીક એસિડ અને એમોનીયા રસાયણો, રોક ફોસ્ફેટ, સ્ટીલ પાઇપ, આર્યન, કોલસો, ટીમ્બર લોગ અને કુડ ઓઇલ જેવા આયાત કાર્ગોમાં વધારો જોવા મળ્યો હતો. વાડીનાર ખાતે ખાદ્યતેલ રસાયણો, ઘઉ અને સોયાબીન જેવા ખાદ્ય પદાર્થો બેન્ટોનાઇટ અને પીઓએલ ઉત્પાદનો જેમાં નિકાસ કાર્ગોમાં પણ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીએ ૨૦૨૧-૨૨ દરમિયાન કાર્ગોમાં વૃદ્ધિ જોવાઇ રહી છે. ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા કવાટરમાં પણ કાર્ગોમાં વૃદ્ધિ થઇ હતી. જેમાં ઓક્ટોબર- ડિસેમ્બર ૨૧ ક્વાર્ટરમાં બંદરે ૩૨.૫૨ એમએમટી ટ્રાફિકની નોંધણી સાથે મુખ્ય બંદરો, માત્ર ડિસેમ્બર ૨૦૨૧ માસમાં ડીપીટીએ ૧૧.૩૨ એમએમટીકાર્ગો હેન્ડલ કર્યો હતો. જે તમામ મોટા બંદરો દ્વારા હેન્ડલ કરવામાં આવતા કુલ કાર્ગોના લગભગ ૧૮ ટકાનો ફાળો હતો.
નાણાંકીય વર્ષ માટે મંત્રાલય દ્વારા બંદરોને કેટલાક લક્ષ્ય ફાળવવામાં આવતા હોય છે. જેમાં ડીપીટીને આ નાણાંકીય વર્ષ માટે ૧૨૭ એમએમટી કાર્ગો હેન્ડલ કરવા માટે લક્ષ્યાંક આપવામાં
આવ્યો છે.


comments powered by Disqus