ભૂજઃ ખાત્રોડ ડુંગરમાં છેલ્લા ૩૦ હજાર વર્ષોમાં મોટી ધરતીકંપની ઘટનાઓને પરિણામે લેન્ડસ્કેપમાં અદભૂત ફેરફારો થયા છે, જે કાંપના નમૂનાઓ પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે.‘એન્જિનિયરિંગ જીઓલોજી’ અને ‘અર્થ સરફેસ પ્રોસેસીસ એન્ડ લેન્ડ ફોર્મ્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલું આ સંશોધન મુખ્યત્વે સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના FIST પ્રોગ્રામ હેઠળ ભંડોળ પૂરું પડયું હતું અને ઉચ્ચ સ્તરના વૈજ્ઞાનિક સાધનો દ્વારા કરાયું હતું.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરામાં ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં આવેલા સાધનોનો ઉપયોગ ભૂસ્તરશાસ્ત્રીય અને સંલગ્ન વિજ્ઞાનમાં અદ્યતન સંશોધન દ્વારા આ અભ્યાસ કરાયો હતો. યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમે ફોલ્ટલાઇન સાથે એકત્રિત કરાયેલા કાંપના નમૂનાઓની સપાટીનો ઉચ્ચ વિસ્તરણ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ (SEM) અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં સપાટીની ખામીના સૂચક લક્ષણો દર્શાવવામાં આવ્યા હતા.
આ વિસ્તારમાં ક્ષેત્ર-આધારિત ભૌગોલિક અભ્યાસો દર્શાવે છે કે, ભૂસ્તરીય ઘટનાઓના પરિણામે અહીંના લેન્ડસ્કેપમાં અદભૂત ફેરફારો થયા હતા, જે ફોલ્ટ ઝોનમાં ગુનાવારી નદીમાં વિક્ષેપ અને પુનર્ગઠન દ્વારા પુરાવા મળે છે. અભ્યાસની રસપ્રદ બાબત છે કે, ખાત્રોડ ડુંગરમાં ભૂસ્તરીય ઘટનાઓને કારણે આ વિસ્તારની એ સપાટી ફાટી ગઈ હતી, જે ૨૦૦૧ના વિનાશક ભુજ ભૂકંપ વખતે પણ ફાટી ન હતી.
કચ્છમાં ધરતીકંપની ઘટનાને ડીકોડ કરવાનો પ્રયાસ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ભૂસ્તરશાસ્ત્રીઓ જિયોલોજી ટેક્નિકના આધારે કચ્છમાં ધરતીકંપની ઘટનોને ડીકોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

