પાકિસ્તાનથી કંડલા આવેલો રોકસોલ્ટનો જંગી જથ્થો કસ્ટમે સીઝ કર્યો

Tuesday 18th January 2022 12:09 EST
 
 

ગાંધીધામઃ કંડલામાં પાકિસ્તાનના રોકસોલ્ટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી આવતા આ કાર્ગો પર ભારે ડ્યુટી ના ભરવી પડે એટલે કાર્ગોનુ ઓરીજન દેશ અન્ય દુબઈ તેમજ અન્ય દર્શાવાયું હતું. સંભવિત રીતે લાંબા સમયથી ચાલતી આ મોડસ ઓપરેન્ડીને પકડી પડાઈ હતી, હવે આયાતકાર પર ન માત્ર ૨૦૦ ટકા ડ્યુટી લગાવાશે પરંતુ કાયદાકીય કાર્યવાહી પણ કરાશે તેવા સંકેત કસ્ટમ વિભાગે આપ્યા હતા. ૨૫ ટનની આસપાસના આ કાર્ગોની કિંમત લાખોમાં હોવાનું સુત્રોએ જણાવી રહ્યા છે.
કંડલા પર ગત મહિને આવેલા એક કન્સાઈમેન્ટમાં રોકસોલ્ટનો જથ્થો આવ્યો હતો, જે જથ્થો દુબઈથી લોડ કરાયો હોવાનું જણાવ્યું હતું,પરંતુ પ્રાથમિક તપાસમાં ખરેખર તો તેનું ઓરીજન પાકિસ્તાન હોવાનું બહાર આવતા તેને રુકજાવોનો આદેશ આપી દેવાયો હતો. થોડા સમય પહેલાજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અટારી બોર્ડર પર રોકસોલ્ટના નામે દેશમાં ઘુસાડાઈ રહેલા હેરોઈનના જથ્થાને ઝડપી પાડ્યો હતો ત્યારે મોટા પ્રમાણમાં કચ્છના પોર્ટ પર આયાત થતા રોક સોલ્ટની ડ્યુટી સહિતની બાબતે તપાસ થવી આવશ્યક હોવાનો સુર ઉઠવા પામ્યો છે.
પથ્થર કે ક્રીસ્ટલ રૂપે મળી આવતા મીઠાને સામાન્ય ભાષામાં સિંઘવ મીઠુ એટલે કે રોક સ્ટોલ કહેવાય છે. સ્વાસ્થ્યને લગતા વિવિધ ગુણો તેની સાથે જોડાયેલા હોવાના દાવાના કારણે તેની માંગ દેશભર માં મોટા પ્રમાણમાં રહે છે, પરંતુ તેનો મહતમ જથ્થો આજના પાકિસ્તાનમાંથી આવે છે.

દસ્તાવેજી પ્રક્રિયા ચાલુ છેઃ કમિશનર

કંડલા મુંદ્રા કસ્ટમ કમિશનર ટી. રવીએ કાર્યવાહીને સમર્થન આપતા જણાવ્યું કે તેના આકલન અને દસ્તાવેજી પ્રક્રિયાઓ હાલ ચાલી રહી છે, હજી સુધી પેનલ્ટી લગાવાઈ હતી. ડ્યુટી બચાવવા કેટલાક તત્વો આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોય છે. જેને રોકવા અમારા દ્વારા સતત પ્રયાસો કરાતા રહે છે.


comments powered by Disqus