બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશઃ પરમાર

Tuesday 18th January 2022 12:21 EST
 

ગાંધીનગર: ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર પક્ષના નેતાઓથી નારાજ છે. નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભા મુખ્ય દંડક પંકજ પટેલે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના નેતા જયંત બોસ્કીને બોલાવતાં ગોવિંદ પરમાર ખૂબ ગિન્નાયા છે. તેમણે જણાવ્યું કે જો બોસ્કી ભાજપમાં આવશે તો તેઓ કોંગ્રેસમાં જતા રહેશે. પરમાર મુખ્યમંત્રી કાર્યાલયમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓએ બોસ્કી અંગે પંકજ દેસાઇ સાથે વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે કોઇ કામ અર્થે મળવા બોસ્કી નડિયાદ આવ્યા ત્યારે લોકાર્પણના કાર્યક્રમમાં જોડાઇ ગયા હતા, અન્ય કોઇ વાત નથી. પરંતુ મને ખબર છે કે તેમને ભાજપમાં લાવવાના પ્રયત્ન થઇ રહ્યા છે. પરમારે કહ્યું કે આ સરકારમાં કોંગ્રેસમાંથી આવેલાં અન્ય ધારાસભ્યોને મંત્રી બનાવ્યા પણ આણંદમાંથી હું એક ચૂંટાયો તેમ છતાં મને મંત્રી બનાવાયો નથી. 


comments powered by Disqus