ભાવનગરથી ખંભાતનો નવો કોસ્ટલ હાઇ વે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બનશે

Tuesday 18th January 2022 11:40 EST
 

ભાવનગરઃ ખંભાતથી ભાવનગરના કેબલ સ્ટેઇડ બ્રિજ અને ત્યાંથી રીંગરોડ દ્વારા ઘોઘા અને સોમનાથ નેશનલ હાઇવેને જોડતા કોસ્ટલ હાઇવે બનાવવાની જાહેરાત ભાવનગરના ધારાસભ્ય અને સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું મંત્રી પૂર્ણેશ મોદીએ આ કોસ્ટલ હાઇવેની મંજુરી આપી છે. જેના કારણે વડોદરા અને દક્ષિણ ગુજરાત જવા માટે ૭૦થી ૮૦ કિ.મીનું અંતર ઘટશે અને વટામણ ગામમાંથી પસાર નહીં થવાનું હોવાથી અઢી કલાકનો સમય બચશે. જેનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો ટ્રાફિક ભાવનગર તરફ વળશે. જે ભાવનગરના વિકાસ માટે એક મહત્વનો પ્રોજેકટ બની રહેશે.
ભાવનગરથી વડોદરા-સુરત કે બોમ્બે જવા માટે હાલ ધોલેરા-વટામણ- તારાપુર થઇને જવુ પડે છે. એને બદલે કેબલ સ્ટેઇડ બ્રિજ ભાવનગરને કામાતળાવ અને ખંભાત સાથે જોડતો એક રસ્તો બનશે. આ કોસ્ટલ હાઇવે ભાવનગરના રીંગરોડથી આગળ ઘોઘા સુધી અને બુધેલથી સોમનાથ નેશનલ હાઇ વેને પણ જોડશે. આ રસ્તાથી વટામણ રોડનું ટ્રાફિક ઘટતા પણ ઘણો ફાયદો થશે. તાજેતરમાં ભાવનગરના રીંગરોડ માટે પણ રૂ. ૩૦૦ કરોડ સરકારમાં મંજુર કરાવ્યા હતા. ભાવનગરથી અમદાવાદની જેમ જ ભાવનગરથી બરોડા કે સુરત પણ અપડાઉન થઇ શકશે.


comments powered by Disqus