મુન્દ્રામાં રૂ. ૩૭.૫ હજાર કરોડના ખર્ચે ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ-પ્લાન્ટ સ્થપાશે

Tuesday 18th January 2022 12:04 EST
 
 

ભુજઃ ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને અદાણી કોલોબરેશન વચ્ચે એમઓયુ થયા હતા. જેમાં કચ્છના મુન્દ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે.
રૂપિયા ૩૭ હજાર ૫૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામનારા પ્લાન્ટમાં ૩૪૦૦થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડવામાં આવશે, જેનો સીધો ફાયદો સ્થાનિક લોકોને થશે. ઉપરાંત રાજ્યમાં પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ૨૦૨૬ સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ પણ સાથે જ આકાર લેશે.


comments powered by Disqus