રાજકીય મેળાવડાઓ યોજતા કોંગ્રેસ-ભાજપના નેતાઓ સંક્રમિત

Tuesday 18th January 2022 15:09 EST
 
 

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોએ વિસ્ફોટ કર્યો છે. રેલી, રોડથી માંડીને રાજકીય મેળાવડાઓમાં જતાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે ત્યારે સરકારે લગ્નથી માંડી ધાર્મિક, સામાજિક ઉપરાંત રાજકીય મેળાવડાઓ ઉપર નિયંત્રણ લાદી દીધા છે. અને માત્ર ૧૫૦ જણાને જ મંજૂરી અપાઈ છે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસે અલગ અલગ રાજકીય કાર્યક્રમો યોજીને મેદનીને એકઠી કરવામાં કોઈ કસર છોડી નથી હવે જ્યારે કોરોના વકર્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસના જ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી
ગયા છે.
અત્યાર સુધી મંત્રી જીતુ ચૌધરી, ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈ, કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરૂષોત્તમ સાબરિયા પણ સંક્રમિત થઈ ચૂક્યા છે ત્યારે હવે ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારા અને તેમના પત્નીને પણ કોરોના આવ્યો છે જેથી બંને જણા ક્વોરન્ટાઈન થયા છે.
હવે ગુજરાત સરકારના મંત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. પૂર્વ મંત્રી કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચી ગયો છે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કોરોના પોઝિટીવ આવ્યા છે.
તો સામે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા હતા. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા કોરોનાગ્રસ્ત થતાં વજુભાઇ વાળાના ઘરે આરોગ્યની ટીમ પહોંચી હતી. રાજકોટમાં રેલી બાદ વજુભાઇ વાળા મુખ્યમંત્રીને પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા મોટા નેતાઓ કોરોના પોઝિટિવ થયા છે. હાલ પૂર્વ મંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા હોમ આઇસોલેટ થયા હોવાની માહિતી મળી રહી છે.
ઉપરાંત, કોંગ્રેસના પાંચ ધારાસભ્યો અને વિવિધ શહેર જિલ્લાના ૨૦ જેટલા આગેવાનો એમ કુલ ૨૫ જણ સંક્રમિત થયા છે, ગાંધીનગરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા સહિત અત્યાર સુધી કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે, આ ઉપરાંત અમરેલી, સુરત, રાજકોટ સહિતના વિવિધ શહેર જિલ્લાના આગેવાનો પણ કોરોના સંક્રમિત થયા છે, મોટાભાગના આગેવાનોની તબિયત સ્થિર છે અને હોમ આઈસોલેટ થયા છે.


comments powered by Disqus