સુરતઃ લિંબાયત મસ્જિદની બહાર શુક્રવારે જુમ્માની નમાઝ પઢવા માટે લોકોએ રસ્તો બ્લોક કરી દેતા ૫ ટ્રસ્ટીઓ સામે લિંબાયત પોલીસે કાર્યવાહી કરી છે. જુમ્માની નમાઝ પઢવા લોકોની ભારે ભારે ભીડ હતી. આથી ટ્રસ્ટીઓએ લોકોની મસ્જિદની બહાર નામાઝ પઢવા કહ્યું હતું લોકો રસ્તા પર નમાઝ પઢવા માટે બેસી ગયા હતા. જેના કારણે રોડ બ્લોક થઇ ગયો હતો. સાથે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કર્યો હતો. રોડ બ્લોક જોઇ પોલીસ પહોંચી ગઇ હતી. પોલીસને જોઇ નામાઝ પઢવા બેસેલા લોકો ત્યાંથી ભાગી ગયા હતા. લિંબાયત પોલીસના ઘટનામાં જાતે ફરિયાદી બની છે. અને મસ્જિદના ટ્રસ્ટીઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
