સ્વીટી પટેલ હત્યાકાંડઃ ડીએનએ મેળવવા હવે અસ્થિ એફબીઆઈને મોકલવા તજવીજ

Tuesday 18th January 2022 12:15 EST
 

વડોદરાઃ પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલના બળેલી હાલતમાં મળેલા અસ્થિમાંથી ડીએનએ મેળવવામાં ફોરેન્સિક લેબ અને નિષ્ણાતોને નષ્ફળતા મળતાં હવે આ અસ્થિ વધુ તપાસ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ને મોકલવાનો ડીસીબી ક્રાઈમે નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં અમેરિકા મોકલવાની કોર્ટની મંજૂરી માગતી એક અરજી પણ કરવામાં આવી છે. વડોદરા એસઓજી પીઆઈ અજય દેસાઈ અને તેની પત્ની સ્વીટી પટેલ વચ્ચે કરજણ ખાતે આવેલા બંગ્લા પર ગત ૪ જૂન ૨૦૨૧ની રાત્રે લગ્ન સંબંધ મામલે ઝઘડો થયો હતો. બાદમાં પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું. 


comments powered by Disqus